गुरुवार, 19 जुलाई 2018

જાણો પાટણની રાણકી વાવની વિશેષતા અને તેની કેટલીક ઐતિહાસિક વાતો.....


⇶GK   


2 હજાર,5 સો અને 10ની નોટ લાવ્યા બાદ સરકારે હવે 100ની નવી નોટ લાની રહી છે. 100ની નવી નોટ પાછળ એક ઐતિહાસિક સ્થળનું ચિત્ર છપાયેલું છે. જેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ છે. જાણો આ સ્થળનું શું છે ધાર્મિક મહત્વ...

-ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત છે રાણકી વાવ...

આ એક ઐતિહાસિક સ્થળ છે. આ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલી છે. આ વાવનું નક્શીકામ અને અહીં લગાડેલી મૂર્તિઓની સુંદરતા ન કેવળ મનને મેહી લે છે પરંતુ પોતાના વૈભવશાળી ઈતિહાસ પર ગર્વ પણ કરાવે છે. વર્ષ 2001માં આ વાવમાંથી 11મીં અને 12મીં સદીમાં બનાવેલી બે મૂર્તિઓની ચોરી થઈ ગઈ હતી. જેમાં એક મૂર્તિ ગણપતિની અને બીજી ભ્રહ્મા-ભ્રહ્માણીની હતી.

-રાણકીવાવને મળ્યુ છે આ ગૌરવ

ભારતની આ વિરાસતને યૂનેસ્કોએ વર્ષ 2014માં વિશ્વ વિરાસતની યાદીમાં સમાવેશ કર્યો હતો. યૂનેસ્કોએ આ વાવને ભારતમાં સ્થિત તમામ વાવોની રાણીના શિર્ષકથી નવાઝી હતી.

- આ છે વાવની ખાસિયત

10મી સદીમાં નિર્મિત આ વાવ સોલંકી વંશની ભવ્યતાને દર્શાવે છે. આ વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20મીટર અને ઉંડાઈ 27મીટર છે. રાણી ઉદયામતિએ તેનું નિર્માણ કર્યુ હતુ માટે તેની રાણકી વાવ કહેવાય છે.

-રાણકી વાવનું ધાર્મિક મહત્વ

રાણકી વાવનું નિર્માણ વર્ષ 1063માં કરવામાં આવ્યુ હતુ. આ વાવની દિવાલો પર ભગવાન રામ, વામનાવતાર, મહિષાસુરમર્દિની, કલ્કિ અવતાર અને ભગવાન વિષ્ણુના વિભિન્ન અવતારોના ચિત્રો અંકિત છે.

- 10મીં સદી અને ધાર્મિક આસ્થા

તરસ્યાને પાણી પીવડાવવું એજ મોટો ધર્મ છે. આ કારણે જ આપણા રાજાઓ, મહારાજાઓ ઘણી જગ્યાએ રાહદારીઓ માટે વાવોનું નિર્માણ કરતા હતા. આ વાવની દિવાલો પર કોતરેલા ધાર્મિક ચિત્રો અને નક્શીકામ એ વાતનું પ્રતિનિધિત્વ કરે છે કે એ સમયે આપણા સમાજમાં ધર્મ અને કળાની પ્રત્યે કેટલું સમર્પણ હતુ. આ વાવ વાસ્તુ પ્રમાણે પણ ખુબ વિકસિત માનવામાં આવે છે.

-કોણ હતી રાણી ઉદયામતિ?

રાણી ઉદયામતિ સોલંકી રાજવંશના રાજા ભીમદેવ પ્રથમની પત્નિ હતી. રાજાના મૃત્યુ પછી તેઓએ રાજાની યાદમાં આ વાવનું નિર્માણ કર્યુ હતુ. આ વાવમાં ઘણા સ્તરની સીઢીઓ છે અને તે દેખાવે એકદમ સુંદર દેખાય છે. પહેલી નજરે તેને જોવા પર, ધરતીમાં ગઢાયેલા કોઈ સુંદર મહેલનો અહેસાસ થાય છે.

-7 સદિયો સુધી દટાયેલી રહી જમીનમાં

જાણકારી પ્રમાણે, સરસ્વતી નદીના વિલુપ્ત થયા બાદ આ વાવ તેના કાંપથી ભરાઈ ગઈ અને ઘણી સદિયો સુધી ધરતીમાં દટાયેલી રહી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની ટીમે તેને શોધી કાઢી. આ 7 માળની વાવ છે અને મારુ-ગુર્જર શૈલીનું જીવંત સાક્ષી છે અને ભારતમાં વાવના નિર્માણોની ગાથાને દર્શાવે છે
.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Abhilipsa Panda Biography in Hindi | अभिलिप्सा पांडा का जीवन परिचय

  kartfor.cfom July 8, 2022   by  Admin नमस्कार दोस्तो आज हम आपको  अभिलिप्सा पांडा के जीवन परिचय(Abhilipsa Panda Biography in Hindi)  के बार...