बुधवार, 4 जुलाई 2018

...તો WhatsApp આપશે તમને 34 લાખ રૂપિયા,કરવું પડશે આ કામ



WhatsApp પર સતત ફેલાવવામાં આવી રહેલી અફવાઓ મામલે દેશની કેન્દ્ર સરકારે નવી સૂચનાઓ આપી છે અને WhatsApp પર ફેલાયેલી અફવાઓને તપાસવાના આદેશ આપી તેને રોકવા માટે જરૂરી પગલાં લેવા પણ કહ્યું છે. ત્યારે સરકારના આ નિર્ણય બાદ, Whatsapp દ્વારા ફેક સમાચાર શોધવા માટે મોટા પગલાં લેવાની જાહેરાત કરી છે.

આ મામલે WhatsApp ના એક ઉ્ચ્ચ અધિકારીએ જાણકારી આપતા જણાવેલ કે, કેટલાક નિષ્ણાત આ પ્રકારની અફવાઓ અને નકલી સમાચાર પર સંશોધન કરશે, આ માટે તેમને રૂ. 34 લાખ આપવામાં આવશે. બુધવારે, WhatsApp આ કિસ્સામાં સંશોધન નિષ્ણાત માટે ગ્લોબલ એવોર્ડની પણ જાહેરાત કરી હતી.

WhatsApp એ ઉઠાવ્યું મોટું કદમ

ઉલ્લેખનીય છે કે,WhatsAppના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે અમારા વપરાશકર્તાઓની સુરક્ષા માટે ખૂબ ગંભીર છીએ. આ રીતે, અમે આ નવા પ્રોજેક્ટ દ્વારા ભારતના મોટા શૈક્ષણિક નિષ્ણાતો સાથે જોડાવા માટે તૈયારીઓ કરી છે.

આમ કરવાનો મુખ્ય હેતુ એ છે કે તે શોધવાનું છે કે કેવી રીતે ખોટી માહિતી ઓનલાઇન પ્લેટફોર્મ્સમાં ફેલાવવામાં આવી રહી છે. આ સંશોધનની મદદથી, અમે ખોટા સમાચાર ફેલાવનારા લોકોને ઓળખવાનો પ્રયત્ન કરીશું અને ખોટી માહિતીને અટકાવીશું, જેથી તેઓ અફવાને આગળ વધતી અટકાવી શકાય.

Fake News પર લગાવશે લગામ

WhatsApp રિસર્ચ એવોર્ડ્સ દ્વારા, તે સ્વતંત્ર સંશોધન પ્રસ્તાવોને ભંડોળ આપવામાં આવશે, જેમાં WhatsApp, ફેસબુક અને વિસ્તૃત જ્ઞાન આધાર સાથે વહેંચવામાં આવશે.

આ દરખાસ્ત માટે દર સંશોધન પ્રસ્તાવ પર WhatsApp 50,000 ડોલર એટલે કે ભારતીય રકમ મુજબ લગભગ 34 લાખ આપશે. આ સાથે WhatsApp આ પ્રાઇઝ મેળવનારને 2 વર્કશોપમાં હાજર રહેવા આમંત્રણ પણ આપશે.

સંશોધકોને રૂ. 34 લાખ અપાશે

આપને જણાવી દઇએ કે, WhatsAppના પ્રથમ વર્કશોપમાં, પુરસ્કાર પામેલ વિજેતા આ મામલે તમામ પ્રકારની જાણકારી મેળવી એક રિપોર્ટ તૈયાર કરશે.

આ રિપોર્ટમાં આલેખવામાં આવેલ હશે કે, ખોટી માહિતી ફેલાવનારાની જાણકારી કેવી રીતે મેળવી શકાય. ઉલ્લેખીય છે કે, આ વર્કશોપ ચેન્નાઇના મેન્લો પાર્કમાં 29-30 ઓક્ટોબરના રોજ યોજાશે
.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Abhilipsa Panda Biography in Hindi | अभिलिप्सा पांडा का जीवन परिचय

  kartfor.cfom July 8, 2022   by  Admin नमस्कार दोस्तो आज हम आपको  अभिलिप्सा पांडा के जीवन परिचय(Abhilipsa Panda Biography in Hindi)  के बार...